અમરેલી કલેક્ટર કચેરી દિવસભર અરજદારોથી ધમધમતી હોય છે અને અનેક મુલાકાતીઓ કલેક્ટરની મુલાકાતે આવતા હોય છે. અરજદારોથી ધમધમતી કચેરીના વેઇટિંગ રૂમમાં શ્વાનનું મળ જાવા મળતા લોકોમાં રમુજ ફેલાઇ હતી. વેઇટિંગ રૂમ જાણે શ્વાન અને બિલાડી માટે શૌચાલય બન્યો હોય તેમ વેઇટિંગ રૂમના મોંઘાદાટ સોફા પર મળ જાવા મળતા કચેરીના સ્ટાફની બેદરકારી સામે આવી હતી.