અમરેલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભુવનેશ્વરમાં NSUIના ઓડિશા એકમના પ્રમુખ દ્વારા ૧૯ વર્ષીય યુવતી પર થયેલા કથિત બળાત્કારના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ABVP અમરેલીના નગરમંત્રી ઉદય સતાણી અને નગર સહમંત્રી રુદ્ર રાજ્યગુરુની આગેવાની હેઠળ, કાર્યકર્તાઓએ NSUI પ્રમુખનું પૂતળું દહન કર્યું હતું. કોલેજ સર્કલ ખાતે સુત્રોચ્ચાર અને સૂચક પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ABVP કાર્યકર્તાઓએ આ જઘન્ય કૃત્યને વખોડી કાઢી, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાવરકુંડલા શહેરના સાવર વિભાગમાં આવેલા સ્મશાનગૃહમાંથી મોડી રાત્રે પેવિંગ બ્લોકની ચોરીનો પ્રયાસ થતાં ભારે હોબાળો મચ્યો હતો.