અમરેલી સિટીમાં નગરપાલિકા સામે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઓટો રિક્ષા (GJ.04.W.3500) પાર્ક કરવા બદલ અલ્તાફભાઇ આલઉદ્દીનભાઇ કાકાસાહેબ સામે ગુનો નોંધાયો છે તેમજ તુફાન ગાડી (GJ-14-AP-9670) એવી રીતે પાર્ક કરી હતી કે જેથી અન્ય વાહનો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડે. આ મામલે પોલીસ કોન્સેબલ ગૌરવભાઈ બોદરે રોકડીયાપરાના રહેવાસી ડ્રાઈવર બીજલનાથ યાદવ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઓટો રિક્ષા (GJ.14.Y.2039) રાખવા બદલ ચાલક હિતેષભાઈ જેન્તીભાઈ લુહાણા સામે ગુનો નોંધાયો છે.બગસરામાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જીનપરા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય ફૈઝાનભાઇ હારૂનભાઇ શેખ પોતાની ઇક્કો કાર (GJ-18-BD-2439) જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી મળી આવ્યા હતા. અમરેલીના અના. એ.એસ.આઇ. આર.એન. માલકીયાએ આ મામલે ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.