અમરેલીના જડેશ્વર નગર-ર, હનુમાનપરા રોડ પર રહેતા હસમુખરાય કાંતિલાલ ઠાકરનું નિધન થતા પરિવારમાં ઘેરાશોકની લાગણી પ્રસરી જવા પામી છે. સ્વ.હસમુખરાય ઠાકર ડીવાયએસપી મનિષકુમાર ઠાકર, સંદિપકુમાર ઠાકર અને અમિતકુમાર ઠાકરના પિતા થાય છે. હસમુખરાય ઠાકરના નિધનથી સમગ્ર બ્રહ્મ સમાજે ઘેરાશોકની લાગણી વ્યકત કરી હતી. સદગતના બેસણામાં સર્વ સમાજે ઠાકર પરિવારને સાંત્વના આપી હતી. સદ્ગતનું બેસણુ ગુરૂવારના રોજ ભાવનગર ખાતે રાખેલ છે.










































