વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને અંતરિક્ષની અદ્‌ભુત દુનિયાને નજીકથી નિહાળી શકે અને અવકાશમાં ભારતની જે પ્રગતિ થયેલ છે તે નિહાળી અને સમજી શકે તે માટે ISRO, વિજ્ઞાન ગુર્જરી, ચિલ્ડ્રન યુનિવર્સિટી આયોજિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલી સંચાલિત “સ્પેસ ઓન વ્હીલ્સ”ની પ્રદર્શન બસના પ્રારંભનું આયોજન થયું. ઇફ્‌કોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પંકજભાઇ મહેતા, વિજ્ઞાન ગુર્જરીના પ્રોફેસર યતીનભાઇ તેરૈયા, ISROનાં જગદેવભાઇ ઠાકોર, મયંતાબેન રામી, ભાવેશભાઇ સોલંકી, મહેશભાઇ દેસાઇ, જયસુખભાઇ વેગડા, ચિલ્ડ્રન યુનિવર્સિટીના હર્ષભાઇ, TPEO શરદભાઇ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક વિજય મયાત્રા, નયના મહેતા, ધારા ગોસ્વામી, જીનલ રૂપારેલે તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. અમરેલીના ૧૭૦૦ બાળકોએ આ પ્રદર્શનનો લાભ લઇ અને અવકાશમાં ભારતની હરણફાળનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, વાઇસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશિષ જોષી, રજની સોલંકી, સમિર પંડ્‌યા, પ્રકાશભાઇ, ભાવેશ વાળોદરા સહિતે જહેમત ઉઠાવી હતી, એમ સમિતિનાં સંદીપ વામજાની યાદી જણાવે છે.