અમરેલીમાં સુળીયા ટીંબા પાસેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતી મહિલા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. ૬૦ વર્ષીય મહિલા પોતાના રહેણાંક પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો (વોશ) લીટર-૫૦, ટીપણા સહિત કુલ કિં.રૂ.૧૪૫૦, દેશી દારૂ લીટર-૫ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિં.રૂ.૨૫૭૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ હતી. સાવરકુંડલામાં હાથસણી રોડ પરથી મહિલા પાસેથી દેશી દારૂ બનાવવાનો ૩૫૦ લીટર આથો, બે લીટર દેશી દારૂ સહિત ૯૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સિવાય ૪૦ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.