અમરેલીમાં સાવરકુંડલા ચોકડી પર બોલેરોની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું. બનાવ અંગે બળવંતભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ મેહુલભાઈ કૈલાશભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ત્હોમતદારે જણાવ્યા મુજબ જી.જે.-૩૩-ટી-૧૦૧૧ ની બોલેરો સ્લીપ મારતા ગાડી ગેરમાં હોવા છતાં આગળ ચાલવા લાગી હતી. જેની સાથે તેમનો દીકરો હિતેષ તથા વિવેક સાથે ભટકાયા હતા. તેમના પુત્રને ગંભીર ઈજા થવાથી મોત થયું હતું, જ્યારે વિવેકને ઈજા પહોંચી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.