અમરેલીમાં સમર્થ વ્યાયામ મંદિર દ્વારા સ્વ. બિપીનભાઈ એમ. જોષીના સ્મરણાર્થે ઓપન ગુજરાત વોલીબોલ (શૂટિંગ) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ શનિવાર, તા.૨૭/૧૨/૨૦૨૫ના રોજ સાંજે ૦૭ઃ૦૦ કલાકે યોજાશે. આ આયોજન પી.પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ સમર્થ વ્યાયામ મંદિર, અખાડા ગ્રાઉન્ડ, સેન્ટર પોઈન્ટ, અમરેલી ખાતે યોજાશે. આ આયોજનને સફળ બનાવવા જે.પી. સોજીત્રા, ધ્રુવ બી. જોષી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, દેવલભાઈ જાની, આરીફભાઈ શેખ, ઈશ્વરભાઈ, સુરેશભાઈ ત્રિવેદી, કિરણભાઈ નાંઢા, હિંમતભાઈ સરખેદીની સાથે દીલાભાઈ વાળા, મનોજભાઈ કાનાણી, કિરીટ બાપુ દેવમોરારી, કિરીટભાઈ ભાડ, આદમભાઈ રહીશ, ભરતભાઈ દાવડા અને વી.ડી. સરવૈયા સહિતના આયોજકો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટને એવરેસ્ટ, વોલ્ટાસ અને તુલસી એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી છે.










































