અમરેલી શહેરમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો હતો. મંગેતરે તેની ભાવિ પત્નીને સગાઈ તોડી નાખવાની ધમકી આપી તેના ઘરે તથા વિવિધ જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે યુવતીએ કાલાવાડમાં રહેતા આદિલ સતારભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની સગાઇ આરોપી સાથે તા.૧૯/૦૯/૨૦૨૪ ના થઈ હતી. આરોપીએ તેની સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ તેમજ સગાઇ તોડી નાખવાની ધમકી આપી તેના જ ઘરે ઉપરના બીજા માળે રૂમમાં તથા રાજકોટ મુકામે જામનગર રોડ, સંસ્કારધામ સ્કૂલની પાછળ આવેલ હોટેલમાં અવારનવાર તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.