અમરેલીમાં સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજની વાર્ષિક આવક મર્યાદા વધારવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તેમ જ શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાનું વાલ્મિકી સમાજ શિક્ષણ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંગઠનના અમરેલી જિલ્લા પ્રમુખ પંકજભાઈ વાળા, ઉપપ્રમુખ ભાવેશભાઈ વાળોદરા, જીગરભાઈ ચૌહાણ, જાફરાબાદ શહેર ભાજપ ઉપપ્રમુખ અને જાફરાબાદ શહેર અને કુંકાવાવ તાલુકા પ્રમુખ સચિન ગોહેલ, અમરેલી શહેર ટીમ પ્રમુખ લાલજી ચાવડા, મહામંત્રી ખનેશભાઈ ગોહેલ, અશ્વિન ચૌહાણ, ધારી તાલુકા પ્રમુખ દિપક સોલંકી, કેતન ચાવડા, સચિન ચાવડા, રવિ ચાવડા સહિત સંગઠનના હોદેદારો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.