અમરેલીની બહેરા-મૂંગા શાળાને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૦ જાન્યુઆરીના રોજ સવારના ૧૦થી સાંજના ૭ વાગ્યા સુધી ‘રજતજયંતી મહોત્સવ’ અંતર્ગત સંસ્થાના બાળકોએ બનાવેલ અવનવા મોડેલોનું એક જાહેર પ્રદર્શન આયોજીત કર્યું છે. આ અવસરે દિવ્યાંગોમાં રહેલી સર્જનશક્તિને નિહાળવા અને તેમના પરિશ્રમને પ્રોત્સાહિત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







































