અમરેલીમાં રહેતા એક વેપારીનો માંગવાપાળ ગામે આવેલા પ્લોટનું ખોટી રીતે બાનાખત અને સોગંદનામું કરીને વેચી દેવામાં આવ્યો હતો. બનાવ અંગે જીજ્ઞેશભાઈ કાંતિલાલ કોટેચા (ઉ.વ.૪૭)એ જહાંગીરભાઈ દાદુભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની માંગવાપાળ ગામે સર્વે નંબર ૫૮/૨, ૫૮/૩ની જમીનમાં પ્લોટ આવ્યો હતો. જેનો અગાઉ દસ્તાવેજ થઈ ગયો હોવાનું જાણવા છતાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ આ મિલકતનો ખોટો દસ્તાવેજ બનાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ગામ નમૂના ૨માં ગમે તે રીતે એન્ટ્રી કરાવી ખોટી રીતે બનાખત અને સોગંદનામું કરી આપી તેમની પાસેથી પૈસા લઈ સદર મિલક્ત વેચી નાખીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.’