શહેરમાં ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ટીમ માતૃશક્તિ દુર્ગાવાહિની વગેરે હિન્દુ સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સિનિયર સિટીઝન પાર્ક ખાતેથી ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા જુદા જુદા ભવ્ય ફલોટસ્ તૈયાર કરવામાં આવ્યા હતા જે શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા. ત્યારબાદ હરિરામ બાપા સર્કલ, નાગનાથ મહાદેવ મંદિર, જિલ્લા પંચાયત રોડ, રાજકમલ ચોક,ટાવરચોક,લાઇબ્રેરી ચોક થી રામજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી સાંજે ૭ઃ૩૦ કલાકે ભગવાન શ્રીરામની ભવ્ય અને દિવ્ય આરતી રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સનાતની લોકો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા ઠંડા પીણાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, ઇતેશભાઈ મહેતા, પ્રકાશભાઈ શુક્લા, યુવરાજસિંહ પલવાર, ભાવેશભાઈ કાબરીયા, પંકજભાઈ કાનાણી હંસાબેન મકાણી, રમીલાબેન પટોળિયા, ત્રિવેદી પંકજભાઈ ત્રિવેદી વિદુરભાઈ, ડાબસરા કરણભાઈ વાજા, રવિભાઈ પંડ્યા મહેશભાઈ જડુ, મહાવીરભાઈ વિછીયા, પ્રશાંતભાઈ ચુડાસમા, ભોજરાજભાઈ વાળા અશ્વિનભાઈ વાઢેર, ગોપીબેન ચાવડા, આરતીબેન ચોવટીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.










































