અમરેલી શહેરમાં જુગારનું દુષણ નાબૂદ કરવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી છે આમ છતાં પોલીસનો ડર રાખ્યા વગર છાનેખુણે વરલી મટકાનો જુગાર રમાઈ
રહ્યો છે. અમરેલીમાં વાંજાવાડ, હનુમાનદાદાની દેરી પાસેથી એક યુવક વરલી મટકાનો જુગાર રમાડતાં ઝડપાયો હતો. જાવીદભાઈ જાફરભાઈ કશીરી (ઉ.વ.૩૮) જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતાં કુલ રોકડા ૬૯૦, વરલી મટકાના આંકડા લખેલા કાગળના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.