અમરેલીમાં આવેલ દારૂલ ઉલમ મહેબુબિયા ખાતે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ અને SIR અંગે એક મહત્વ પૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મુસ્લિમની જે મિલકતો વક્ફ હેઠળ નોંધાયેલી છે, તેને ‘ઉમ્મીદ પોર્ટલ’ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી શરૂ હોય, ત્યારે અમદાવાદથી ખાસ વક્ફ બોર્ડમાંથી ટીમ આવીને અમરેલી જિલ્લાના તમામ તાલુકાના જિમ્મેદાર લોકોને ઉમ્મીદ પોર્ટલ ઉપર ઓનલાઈન કેમ ફોર્મ ભરવું અને વક્ફ મિલકતોમાં કોઈ ભૂલચૂક હોય કે સુધારા હોય તે અંગેની વિગતવાર માહિતી આપીને પ્રશ્નોત્તરી કરી હતી. વક્ફ બોર્ડના તોફિકભાઈ શેખ, મુન્શી,મુરતુજાખાન અને નબીલભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે, હાલમાં ગુજરાતભરમાં SIRની કામગીરી શરૂ હોય ત્યારે અમદાવાદથી આવેલ મુજાહીદભાઈ નફીસે મતદારયાદીની સઘન સુધારણા અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.











































