અમરેલીમાં શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કુલ-કોલેજ-હોસ્ટેલ ખાતે તા. ૦૨/૦૪/૨૦૨૬ના રોજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ ઉપરાંત, મહેમાનો તથા ટ્રસ્ટના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.









































