અમરેલીમાં રોડવેઝના ધંધાર્થીની ઓફિસના ટેબલના ખાનામાંથી રૂ.૧.૯૦ લાખની ચોરી થઈ હતી. બનાવ અંગે રહીમભાઈ ઇસ્માઇલભાઈ અગવાન (ઉ.વ.૬૦)એ કલ્પેશ ઉર્ફે મુકેશ રામજીભાઈ બાંભણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, લાઠી ચોકડી પર આવેલી તેમની પટેલ રોડવેઝ ઓફિસમાં આરોપી નોકરી હતો. છ દિવસ પહેલા તે રજા પર ગયો હતો અને તેમની ઓફિસની ચાવી અગાઉ ગુમ થઈ હતી. જેની મદદથી તેણે તાળુ ખોલી તેની ઓફિસના ટેબલના ખાનામાંથી ૧.૯૦ લાખની ચોરી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.







































