અમરેલી શહેર અને જિલ્લામાં ધીમે-ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યુ છે. જા કે બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. જા કે હવામાન ખાતાની આગાહી મુજબ ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી પડશે. ગુલાબી ઠંડીનો અનુભવ થતા રાત્રીના અને વહેલા સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.