અમરેલીમાં રહેતા એક ડોકટર કંપનીના લોન વિભાગના, વીમા કંપનીના એટલા ફોન આવતા હોય જેથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. આ બાબતે ટ્રાઈમાં ફરિયાદ કર્યા બાદ ફોનની સંખ્યામાં વધારો થયો હોવાનું ડોકટરે જણાવ્યુ હતું. અમરેલીની ખ્યાતનામ હોÂસ્પટલમાં ફરજ બજાવતા એક ડોકટરે જણાવ્યું હતું કે, મોબાઈલ પોર્ટીબિલીટી કરાવ્યા પછી મોબાઈલ કંપનીએ માઝા મૂકી છે. પોતાના મોબાઈલમાં લોન, કેડ્રીટ કાર્ડ, વીમા કંપની સહિત કંપનીના કોલની કેસેટથી ભારે પરેશાનીનો સામનો કવો પડે છે. ડોકટરના વ્યવસાય સાથે જાડાયા હોવાથી અલગ-અલગ નંબર પરથી ફોન આવતા હોય જેથી આ બાબતે મોબાઈલમાં ડીએનડી પણ કરાવેલુ હોય અને ટ્રાઈમાં પણ ફરિયાદ નોંધાવી છે. ટ્રાઈમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મોબાઈલમાં ફોન બંધ થવાને બદલે વધુ આવવા લાગ્યા છે. જેથી હવે ડોકટરે આ બાબતે સાયબર ક્રાઈમ વિભાગનો સહારો લેવાનું નક્કી કર્યુ છે.