અમરેલી શહેરમાં રસ્તામાં ચાલવાનું મનદુઃખ રાખી મહિલાને ગાળો બોલી, મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નસીમબેન મહેબુબભાઈ મલેક (ઉ.વ.૪૦)એ મુમતાજબેન દિલાવરભાઈ મલેક, નગમાબેન અકીલભાઈ મલેક, અકીલભાઈ દિલાવરભાઈ મલેક તથા ફિરોજભાઈ જમિયતભાઈ પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ સાથે રસ્તામાં ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી ગાળો બોલી, મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.