અમરેલીમાં યુરિયા સાથે અન્ય ખાતર આપવાનો મામલો ગરમાયો છે. આ અંગે સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વિરોધ થયો હતો. જેમાં થોડા દિવસ અગાઉ યુરિયા સાથે અન્ય ખાતર આપવામાં આવતું હતું. જેને લઈને સિમરરણ ગામના ખેડૂતે ખેતીવાડીના.નિયામકને ફરિયાદ કરી હતી. જેમાં ખેડૂત ભરત ચોડવડિયાએ અધિકારીને રૂબરૂ બોલાવીને ફરિયાદ કરી હતી.

આમ ફરિયાદ મળતા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ મોકૂફ કરવામાં આવ્યું હતું.લાઇસન્સ મોકુફ હોવા છતાં સંઘના વિક્રેતા દ્રારા ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. આમ કાયદાનો ભંગ કરાતા ખેડૂત દ્વારા ફરી ના. ખેતી નિયામકને ફરિયાદ કરવામાં આવી હતી. ફરીથી ફરિયાદ મળતા ખરીદ વેચાણ સંઘનું લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સંઘમાં રહેલ ખાતરનો સ્ટોક ૩૦ દિવસમાં નિકાલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.