અમરેલીમાં મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા તિરંગા એકતા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અમર જવાન શહીદ સ્મૃતિમાં પુષ્પ અર્પણ કરી દેશના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કર્યું હતું. આ રેલી કસ્બાવાડ વિસ્તારના માઈસરોવરમાંની દરગાહથી ટાવર ચોક, રાજકમલ ચોક, નાગનાથ મંદિર પાસે થઈ લાઇબ્રેરી રોડ, કાશ્મીરા ચોકથી પસાર થઈ હતી. અમરેલી શહેરના મુસ્લિમ બિરાદરો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીને સફળ બનાવવા દિલાવર સાયકલવાળા અબરારબાપુ બહારૂની, હસનખાન પઠાણ, વકીલ અદનાનભાઈ સખી, વકીલ અરબાજબાપુ સૈયદ, એહમદ ડબ્બાવાલા, જેદ નગરીયા, મોસીનબાપુ સૈયદ, ડી.કે. સૈયદ તથા વોર્ડ નંબર સાતના પ્રતિનિધિ સમીર કુરેશીએ જહેમત ઉઠાવી હતી.