અમરેલીમાં માથાકૂટ કરી જાનથી મારવાની ધમકી આપ્યાની ઘટના બની હતી. બનાવ અંગે અફસાનાબેન રહીમભાઇ પરમારા (ઉ.વ.૫૩)એ રીઝવાન ઉર્ફે બાડો, હનીફભાઇ કસીરી, જાવેદ કસીરી તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના દીકરા સાથે આરોપીઓને માથાકૂટ થતા આરોપીઓ તેમના ઘરે આવી તેમના પતિ સાથે માથાકૂટ કરી ગાળો આપી હતી. તેમજ તેના પતિને છાતીના ભાગે બે ઘુસ્તા માર્યા હતા. તેમજ તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઇ યાસીનભાઇ કાઝી વધુ તપાસ કરી રહ્યા છે.