અમરેલીમાં તાજેતરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની હતી. જેમાં શિક્ષકે બે ૮ થી ૧૦ વર્ષની બાળકીઓ સાથે કુકર્મ કરતા વાલીએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપી શિક્ષક મહેન્દ્ર કાવઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી શિક્ષકે નામ. અમરેલીના સ્પે. (પોક્સો) કોર્ટમાં ચાર્જશીટના ગ્રાઉન્ડ પર રેગ્યુલર જામીન મેળવવા અરજ ગુજારેલ, જેમાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલો તથા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પરવેઝ એમ. કુરેશી અને જે. વી. સોલંકીએ જામીન અરજીમાં
વિસ્તૃત લેખિત વાંધા રજૂ કરતા નામ. કોર્ટ દ્વારા વાંધા ધ્યાને લઈ તેમજ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપી મહેન્દ્ર કાવઠીયાની જામીન અરજ નામંજૂર કરવામાં આવી હતી.