અમરેલીમાં રહેતી એક સગીરાને ધમકાવી અપહરણ કરી બળાત્કાર ગુજારી જાતીય હુમલો કર્યાની સગીરાની માતાએ અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા આ કેસ અમરેલી સ્પેશિયલ પોક્સોના જજ ડી.એસ. શ્રીવાસ્તવની કોર્ટ સમક્ષ આ કેસ ચાલી જતા તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરી આરોપી આકાશ અશોકભાઈ સોલંકી રહે. ગોંડલવાળા તરફે એડવોકેટ સંદીપ પી. પંડ્‌યા, એડવોકેટ રામજીભાઈ વી. જાદવની ધારદાર દલીલોના અંતે કોર્ટે આરોપી આકાશ અશોકભાઈ સોલંકીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.