અમરેલીમાં પરિણીતાને સાસરિયાએ ઘરકામ મુદ્દે ત્રાસ આપ્યો હતો. પતિએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે હેતલબેન રાહુલભાઈ દેત્રુજા (ઉ.વ.૨૦)એ પતિ રાહુલભાઈ કાળુભાઈ દેત્રુજા, સાસુ હંસાબેન કાળુભાઈ દેત્રુજા, સસરા કાળુભાઈ નાનજીભાઈ દેત્રુજા, નણંદ પુજાબેન મહેશભાઈ, નણંદોયા મહેશભાઈ સોમભાઈ ખુડેશા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, લગ્નના ત્રણ માસમાં જ તમામ આરોપીએ તેમને ઈંગોરાળા તથા અમરેલી મુકામે ઘરકામ બાબતે તેમજ કોઇ વાંક વગર અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. પતિ અવારનવાર ઢીકાપાટુનો મુંઢમાર મારતો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે.