અમરેલીમાં રહેતી એક પરિણીતાને અજાણ્યા નંબર પરથી ન્યૂડ ફોટા માકલવામાં આવ્યા હતા. જે બાદ તેને ધમકી આપવામાં આવી હતી કે અમારી પાસે આવા ૩૦ જેટલા ફોટા છે. જા અમે કહીએ તેમ નહીં કરે તો બધાને તારા ન્યૂડ ફોટા મોકલી વાયરલ કરીશું તેવી ધમકી આપી હતી. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પજઆઈ કરણસિંહ વાલજીભાઈ ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.