અમરેલીમાં રહેતી એક પરિણીતાને તેના પતિએ દારૂ પીને વાળ પકડીને ઢીકાપાટુ માર્યા હતા. કાજલબેન આશિષભાઈ મકવાણા (ઉ.વ.૨૮)એ પતિ આશિષભાઈ પોપટભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ દારૂ પીને આવી તેમને જેમ તેમ ગાળો આપી હતી. તેમજ વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશના પ્રો.પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.