અમરેલીમાં નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત સુંદર ફ્‌લોટ્‌સ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. જે.જી.ગજેરા, ડો. કાનાબાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા અને પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશ દેસાઈ સહિત અનેક મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસ ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, રાસ-ગરબા અને નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં નાયબ ઉપ દંડક કૌશિક વેકરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.