અમરેલીમાં નાગનાથ મંદિરના પટાંગણમાં નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવના ૧૨૬મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવમાં ગઈકાલેની સંધ્યા આરતીનું આયોજન મંદબુદ્ધિના વિદ્યાર્થીઓ અને અંધશાળાના વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહા આરતીના આયોજન અંગે રાજનભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.