દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકો દ્વારા અમરેલી ખાતે સામાજિક કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જનજાતિ, ખેત મજૂરો અને જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહકારી પ્રવૃત્તિ સૌને સાથે લઈને ચાલતી પ્રવૃત્તિ છે તેની પ્રતીતિ કરાવતા આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં પડી રહેલી હાડ થીજાવતી ઠંડીને ધ્યાને લઈ છેવાડાના વિસ્તારોમાં છૂટાછવાયા વસવાટ કરતા પરિવારોને આ મદદ પૂરી પાડવામાં આવી હતી. ઇફકોના ક્ષેત્રીય અધિકારી પ્રતિક રામાણીની યાદી મુજબ, આ ધાબળા વિતરણ અનેક પરિવારોને ઠંડીથી બચવામાં સહાયક પુરવાર થયું છે.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલીયા, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સંઘાણી, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઈ
પાનસુરીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી, અમર ડેરી ડિરેક્ટર રાજેશભાઈ માંગરોળીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, પૂર્વ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી તેમજ રમણીકભાઈ માંગરોળીયા, દયાળભાઈ સંઘાણી, કાળુભાઈ કાછડીયા, મુકુંદભાઈ સેંજલીયા, ચતુરભાઈ કાકડીયા, ગણપતભાઈ સેંજલીયા, મુકેશભાઈ ધાનાણી અને ભરતભાઈ બાવીશી સહિત ‘ટીમ સહકાર’ ઉપસ્થિત રહી હતી.








































