અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તે માટે એઇમ લિમિટેડ ભાવનગર દ્વારા આસિસ્ટન્ટ (માર્કેટિંગ) બ્રાંચ મેનેજર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ અને ધો.૧૨, સ્નાતકની શૈક્ષણિક લાયકાત તેમજ એલ.આઇ.સી અમરેલી દ્વારા એજન્ટની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૧૬.૧.૨૦૨૫ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન અમરેલી ખાતે કરવામાં આવ્યુ છે.