અમરેલી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉભું રાખનારા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભીડભંજન ચોક પાસેથી ભુતીયા ગામે રહેતા ભરતભાઈ ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.૪૯) પોતાના હવાલાની ઈક્કો તથા બાબરામાં રહેતા સોહીલભાઈ મુસ્તાકભાઈ મેતર (ઉ.વ.૨૫) પણ પોતાના હવાલા વાળી ઈક્કો ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે જાહેરમાં રાખી મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહીથી ટ્રાફિકને અડચણરૂપ વાહનો ઉભું રાખનારા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.