જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા તા. ૦૨ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ કલાક સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૫૩ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અમરેલીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ રિઝવાના બુખારી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. શ્રીવાસ્તવ સહિત અન્ય ન્યાયાધીશો, અમરેલી વકીલ મંડળના નવનિયુક્ત હોદ્દેદારો, સભ્યો તેમજ કોર્ટ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. “રક્તદાન એ જ મહાદાન” સૂત્રને સાર્થક કરતી આ શિબિરને અમરેલી ન્યાય પરિવારે સફળ બનાવી હતી.