અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને માર્ગો ખુલ્લા રાખવાના અભિયાન હેઠળ અમરેલી પોલીસે જાહેર રોડ પર અડચણરૂપ વાહન રાખનારા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના વિવિધ વિસ્તારમાં જાહેર રોડ પર ઘણા વાહનચાલકો દ્વારા પોતાનું વાહન એવી રીતે પાર્ક કરવામાં આવ્યું હતું કે જેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન આ બાબત ધ્યાને આવતા કાર્યવાહી કરી હતી. પોલીસે નાગરિકોને પોતાના વાહનો નિર્ધારિત ર્પાકિંગની જગ્યાએ પાર્ક કરવા વિનંતી કરી હતી.