અમરેલીમાં એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બનાવ અંગે ચક્કરગઢ રોડ પર કરણપાર્ક સોસાયટીમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતાં યુવકની પત્ની મનિષાબેન કમલેશભાઈ સાપરીયા (ઉ.વ.૩૧)એ ગોપાલ ડાંગર તથા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિની મોબાઈલની દુકાને ગોપાલ ડાંગરે આવી તેમને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેમના ઘરની અંદર પણ ઘૂસી આવ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. ભટ્ટી વધુ તપાસ કરી રહ્યા છે.