અમરેલીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત કેળવણી સહાયક મંડળના પ્રમુખ રમણીકભાઈ મારૂ અને કારોબારી સભ્યો દ્વારા રવિવારે શ્યામવાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધો. ૧ થી લઇને માસ્ટર ડિગ્રી સુધીના કુલ ૨૪૫ જ્ઞાતિના પ્રતિભાવંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાન વિશ્વકર્મા, સરસ્વતી માતા તેમજ ગુરુવર્ય શ્રી શામજીબાપુ સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. આ સમારંભના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ કે. ટાંક રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના સભ્યો, ચલાલા, લીલીયા વગેરે ગામથી જ્ઞાતિ આગેવાનો, વિવિધ મંડળોના આગેવાનો તથા ભૂતપૂર્વ ટ્રસ્ટી તથા દાતાઓ હાજર રહેલ હતા.