અમરેલીમાં સોમવારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી સંચાલિત સેવા સંઘ દ્વારા સિનિયર સિટીજન માટે એક વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સમાજના લગભગ ૭૦૦ વડીલોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વડીલોને એવું મનોરંજન કરાવ્યું હતું કે જેમાં એમને પોતાની યુવાની યાદ આવી જાય અને સાથે જુના ગીતો, મનોરંજન અને રાસ ગરબા રમાડી ખૂબ જ આનંદિત થયેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવા સંઘ પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને સેવા સંઘની ટીમ સાથે આ કાર્યક્રમમાં સહ સ્પોન્સર એવા સંજયભાઈ પંડ્યા, એમનું ગ્રુપ જેમાં શશીકાંત ભટ્ટ વગેરેએ સમાજના દરેક વડીલોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય નાગદેવતા મંદિર મહંત હાર્દિક ગીરીબાપુ, સંજોગ ન્યૂઝ તંત્રી સુરેશભાઈ દેસાઈ, સેવા સંઘ પ્રમુખ સુરેશભાઈ સોલંકી, સમાજના મંત્રી સી.કે.ટાંક, ટ્રસ્ટી જયંતીભાઈ મનાણી, મનુભાઈ ટાંક, રમણિકભાઈ મારુ તેમજ મહિલા મંડળના તમામ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સુરેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ કિશોરભાઈ આજુગિયા, બાબુભાઈ પોરીયા, ચેતનભાઇ ચૌહાણ, ગોપાલભાઈ વનરા, અલ્પેશભાઈ આજુગિયા, જયેશભાઈ જેઠવા, મુકેશભાઈ ચૌહાણ, પ્રદીપભાઈ મારુ, ધર્મેન્દ્રભાઈ કાચા, સુરેશભાઈ ચાવડા, કિશોરભાઈ મારુ, પંકજભાઈ મારુ, સાગરભાઇ ગેડિયા, અભય ગેડિયા, મુકેશભાઈ મંડોરા, રમેશભાઈ આજુગિયા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનો હેતુ ફક્ત સમાજના વડીલોને આનંદ કરાવવો, આશ્વાસન આપવું અને જરૂર પડે ત્યારે વડીલોની સાથે પોતાના સંતાન બની સંઘની ટીમ સાથે રહે અને જે કાંઈ જરૂરિયાત હોય તે પુત્ર બનીને વડીલની પડખે રહે એવું પ્રમુખ અને ઉપપ્રમુખે વડીલોને વચન આપેલું.