ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અમરેલી અને રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ આ ૧૬૧મો નેત્ર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું ઉદ્ઘાટન અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના જનરલ મેનેજર સુરેશભાઈ સંઘાણીએ કર્યું હતું. મુકંદરાય એસ. મોરેએ કેમ્પના દાતા તરીકે સેવા આપી હતી. આ કેમ્પમાં કુલ ૮૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૪૫ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા સહકારી સંઘના મેનેજર ભાર્ગવભાઈ ત્રિવેદીએ કેમ્પનું સંચાલન કર્યું હતું, જ્યારે ટ્રસ્ટના વ્યવસ્થાપક હિરેનભાઈ ચાવડાએ તમામ વ્યવસ્થા સંભાળી હતી. કેમ્પમાં નાનજીભાઈ પાથર, બાબુભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. સાગરભાઇ મહેતા, મયુરભાઈ ખાનપરિયા, અજયભાઈ કાલેણા, વિપુલભાઈ અને હકાભાઇ સહિતનાએ કેમ્પને સફળ બનાવવા માટે સેવા આપી હતી.