અમરેલીના બાબરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રૂ.૧.૬૫ લાખની કિંમતના એલ્યુમિનિયમ વાયરો અને કેબલ ડ્રમની ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીઓને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ રિઝવાના બુખારીએ જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી અગાઉ તેમની આગોતરા જામીન અરજી રદ થઈ હતી. જોકે, અમરેલીના એડવોકેટ પિન્ટુ ગોરખીયાએ નામદાર કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે માત્ર પેન્ડિંગ કેસોના આધારે કોઈને દોષિત માની શકાય નહીં. ‘પ્રિ-ટ્રાયલ પનિશમેન્ટ’ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેવી ધારદાર કાયદાકીય રજૂઆતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી અદાલતે ત્રણેય આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. આ સફળતા બદલ એડવોકેટ ગોરખીયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.




































