હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિ.ના અમરેલી જિલ્લાના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડીલર ઓરેન્જ હ્યુન્ડાઇના મૃણાલ ગાંધી દ્વારા તા. ૧૩/૧૧/૨૦૨૫ના રોજ કોમ્પેક્ટ એસયુવી કાર NEW VENUE લોન્ચ કરવામાં આવી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જી.જે. ગજેરા અને શાન્તાબા મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલના ડીન ડો. અશોક રામાનુજ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ લોન્ચિંગ થયુ હતું. નવી વેન્યુમાં સ્ટાઇલિશ દેખાવ, વધેલા વ્હીલબેઝ, પહોળાઈ અને ઊંચાઈ સાથે અત્યાધુનિક ફીચર્સનો સમાવેશ કરાયો છે. આ કાર ૧.૨ પેટ્રોલ (૮૩ PS), ૧.૦ લિટર ટર્બો પેટ્રોલ (૧૨૦ PS), અને ૧.૫ લિટર ડીઝલ (૧૧૬ PS) એમ ત્રણ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. કારના મુખ્ય ફીચર્સમાં ૬૫ એડવાન્સ સેફ્ટી ફીચર્સ, ADAS લેવલ ૨, પેનોરમિક કર્વ્ડ ૧૨.૩ ઇંચ ડિસ્પ્લે, વેન્ટિલેટેડ સીટ્સ, BOSEની ૮-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ અને ૩૬૦ કેમેરાનો સમાવેશ થાય છે. આ કાર ૬ કલર અને ૩૧ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. નવી વેન્યુની શરૂઆતની કિંમત રૂ. ૭,૮૯,૯૦૦/- (એક્સ-શોરૂમ અમરેલી) રાખવામાં આવી છે. લોન્ચિંગ સમારોહમાં ૬ કારનું વેચાણ થયું હતું. આ કારમાં આરામદાયક મુસાફરીની તેમજ ગ્રાહકોની તમામ જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ન્યુ હુન્ડાઈ કારને અમરેલી જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે.










































