અમરેલી જિલ્લામાં ૭થી ૧પ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લામાં વિવિધ યોજનાઓ નીચે વિકાસ પ્રક્લપોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહર્તનો કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, પાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી ઉપÂસ્થત રહેશે. અતિથિ વિશેષ તરીકે કલેક્ટર અને ડીડીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આજે બુધવારના રોજ સવારે ૧૦ કલાકે શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. તેમજ બપોરે ૧રઃ૩૦ કલાકે નવા બસપોર્ટ ખાતે નવી એસ.ટી.નું લોકાર્પણ કરવામાં આવશે.