અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલિંક એલ.એલ.પી, અમરેલી માટે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ કોઈપણ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનારા માટે ખાસ મહિલા રોજગાર ઈચ્છુકો ભાગ લઈ શકશે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી સવારે ૧૧.૦૦ કલાકે આલ્ફા ઓટોલીંક એલ.એલ.પી, લાઠી રોડ બાયપાસ, અમરેલી ખાતે યોજાનારા આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર ર્ઙ્મખ્તૈહ કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.







































