અમરેલીમાં આવેલા નાગનાથ મંદિર, હવેલી મંદિર, બીનાકા ચોક, વાંઝાવાડ, ગોપાલ લાલજી મંદિર, જૈન દેરાસર, કપોળ બોર્ડિંગથી મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ સુધીના વિસ્તારમાં મોટા સમૂહમાં હિન્દુ પરિવાર રહેતો હોય ત્યારે આ વિસ્તારમાં અશાંતધારાના કાયદાનો વહેલી તકે અમલ કરવામાં આવે તે માટે આ વિસ્તારના લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના રહેવાસીઓએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે હિન્દુ રહેવાસીઓ દ્વારા આ ત્રીજી અરજી કરવામાં આવી છે. આ વિસ્તારમાં વોરા -મુસ્લિમ સમાજ દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લઇ અશાંતધારાના કાયદાનો અમલ સમયસર અને વહેલી તકે તાત્કાલિક કરવામાં આવે તેવી અપીલ કરી હતી. વધુમાં આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે અમરેલી શહેરના ઘણા વિસ્તારોમાં અશાંતધારો અમલમાં આવી ગયેલ છે પરંતુ તે યોગ્ય સમયે સમયસર અમલ ન થવાથી હવે ત્યાંના વિસ્તારની હાલત કફોડી બની જવા પામી છે. તેના હિન્દુ રહેવાસીઓ આ વિસ્તારમાંથી પોતાની મિલકત અશાંતધારાના કારણે વેચી શકતા નથી જેથી કલેકટરને પોતાની મિલકત વેચવા માટે અરજી કરવી પડે છે. અશંતધારાના અમલ વાળા વિસ્તાર અને ત્યાંના રહેવાસોની હાલત કફોડી બની છે. અશાંતધારાના અમલની કાર્યવાહી ચાલુ હોય તેવી વિધર્મીઓને જાણ થતા ઘણા વિધર્મીઓ તાત્કાલિક ત્યાંની મિલકતોની ખરીદી ચાલુ કરે છે અને અશાંતધારાનો અમલ થાય ત્યાં સુધીમાં તો મોટા વિસ્તારમાં તેઓ અતિક્રમણ કરી પગપેસારો કરી લે છે. અશાંતધારો અમલમાં આવ્યા પછી હિન્દુ સમાજની હાલત દયનીય બની છે જેથી અશાંતધારાનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોએ કલેક્ટરને અંતમાં રજૂઆત કરી હતી.