તહેવારો શરૂ થતાની સાથે જ અમરેલીમાં ખરીદી માટે આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં જાહેર રોડ પર વાહન પાર્ક કરીને ટ્રાફિક જામ કરતાં ચાલકો, રેંકડી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો.