અમરેલી શહેરમાંથી ચાઇનીઝ બનાવટની ૪૫ નંગ ફીરકી સાથે એક યુવક ઝડપાયો હતો. જૈદ આરીફભાઈ મેતર (ઉ.વ.૨૨) ના કબ્જામાંથી ચાઇનીઝ બનાવટની ફીરકી નંગ-૪૫ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૧૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.