અમરેલી શહેરમાં વધુ એક બાઈક ચોરીની ઘટના બની હતી. મહેશભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.૪૭) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે તેમનું બાઈક બટારવાડીમાં આવેલી ખોડીયાર મંદિરવાળી શેરીમાં, અલ્તાફભાઇ બોમ્બે ટ્રાન્સપોર્ટવાળાના નિર્માણધીન (બનતા) મકાન સામે શેરીમાં પાર્ક કર્યું હતું. રૂપિયા ૨૫ હજારની કિંમતના આ બાઈકની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.