અમરેલીમાંથી પોલીસે છ જુગારીને રોકડા રૂ.૧૦,૧૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. ફતેપુરા રોડ પરથી કલ્પેશભાઇ કનુભાઇ ચારોલા, કાંતીભાઇ બાબુભાઇ સોલંકી, નરેશભાઇ ઉર્ફે નલી મુનાભાઇ કુવાડીયા, સંતોષભાઇ ઉર્ફે બાઠીયો વિનુભાઇ પરમાર, રાહુલભાઇ ઉર્ફે ગોરીલો જયસુખભાઇ રાધનપરા તથા જાગાભાઇ શંભુભાઇ રાજકોટીયા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા.