અમરેલીમાં રહેતો એક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હતો. દુલ્હન અને તેના સાગરિતોએ ૩.૫૦ લાખની છેતરપિંડીએ કરી હતી. રાજુભાઈ નજરઅલીભાઈ માવાણી (ઉ.વ.૬૨)એ વેરાવળ ગીર સોમનાથના મેરેજ બ્યુરોવાળા, અમદાવાદમાં રહેતા રેહાનબેન તથા શબીનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના દીકરાના લગ્ન કરવા માટે મેરેજ બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શબીનાબેને તેમને દુલ્હન તરીકે ઓળખ આપી તથા રેહાનાબેને દુલ્હનની માસી તરીકેની ઓળખ આપી તમામ આરોપીઓએ એકસંપ કરી ગુન્હાહિત કાવતરૂ રચ્યું હતું. જે બાદ વિશ્વાસમાં લઇ, ભોળવી, તેમના દીકરાના લગ્ન કરવાના બહાને મેરેજ બ્યુરોવાળાએ તેમની પાસેથી રોકડા રૂ.૨,૪૦,૦૦૦ તથા તેમના દીકરાના ફુલહાર લગ્ન કરાવી જમણવારના તથા કપડા-લતાના રૂ.૧૦,૦૦૦ રોકડા, રૂ.૫૦,૦૦૦ બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્જેશન કરાવી આપ્યા હતા. તેમણે પોતાની માતાની સોનાની બંગડી, સોનાની ચેઇન, સોનાની બુટી તથા ચાંદીના છડા બે જોડી પહેરવા આપ્યા હતા. જે પરત નહીં આપી કુલ રૂ.૩,૫૦,૦૦૦ મેળવી લઇ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહેન્દ્રભાઈ ભુપતસિંહ ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.