અમરેલીની શ્રીજી વિદ્યાર્થી ભુવનખાતેતા.૩૦/૦૧/ર૦ર૬ના રોજ રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીજી નિર્વાણ – શહીદ દિન નિમિતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા શહીદીના જીવન અને શૌર્યને રજુ કરતા અવસરો કહેવામાં આવ્યા હતા. તેમજ બાળકોએ દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા. ઉપરાંત શાળાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રની પ્રગતિમાં સૌ નાગરિકોએ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.








































